રુધિરવાહિનીઓ (Blood vessels)

રુધિરવાહિનીઓ (Blood vessels)
રુધિરવાહિનીઓ (Blood vessels)

→ શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિરવાહિનીઓ જોવા મળે છે.

→ રુધિરવાહિનીઓ બે પ્રકારની : ધમની અને શિરા

ધમની (Artery)

→ ધમની શુદ્ધ લોહીનું હૃદયમાંથી અંગો તરફ વહન કરે છે. પરંતુ ફુપ્ફુસ (પલ્મોનરી) ધમનીમાં અશુદ્ધ રુધિર હૃદયથી ફેફસા તરફ વહે છે. તેમાં વાલ્વ હોતા નથી. જેથી તેના પર ઈજા થતા માણસને બચાવી શકાતો નથી.

→ ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. તે અંગોમાં પ્રવેશી નાની નાની શાખાઓમાં વહેંચાય છે તેને ધમનીકા (Arteriole) કહે છે.

→ શરીરમાં બ્લડ પ્રેશર માપવા માટે ધમની તપાસવામાં આવે છે.

→ એક મિનિટમાં થતાં થડકારને નાડી દર (Pulse Rate) કહે છે .

→ આરામદાઈ સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર આશરે 72 થી 80 જેટલો હોય છે.

શિરા (Vein)

→ શિરા અશુદ્ધ લોહીનું અંગોથી હૃદય તરફ વહન કરે છે. પરંતુ ફુપ્ફુસ શિરા શુદ્ધ લોહીનું ફેફસામાંથી હૃદય તરફ વહન કરે છે. તેના પર વાલ્વ હોય છે. જેથી તેના પર ઈજા થતાં માણસને બચાવી શકાય છે. તેની દિવાલ પાતળી, નાજુક અને અસ્થિતિસ્થાપક હોય છે. નાની નાની શિરાઓ જોડાઈને મહાશિરા રચે છે.

ધમની અને શિરાનો મુખ્ય તફાવત

ધમની
શિરા
→ જે નલિકાઓ રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ અંગોમાં લઈ જાય છે તેને ધમની કહે છે. → રુધિરને શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ લઈ જતી નલિકાને શિરા કહે છે.
→ ધમની દ્વારા ઓકિસજનયુકત રુધિરનું વહન થાય છે. → શિરા દ્વારા કાર્બન ડાયોકસાઈડયુકત રુધિરનું વહન થાય છે.
→ ધમનીમાં રુધિર ઓકિસજનને લીધે ચળકતું લાલ દેખાય છે. → શિરામાં ઓકિસજન હોતો નથી તેથી રુધિર કાળાશ પડતા લાલ રંગનું દેખાય છે.
→ ધમનીમાં વાલ્વ હોતા નથી. → શિરામાં અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments