પ્રબળતાના આધારે એસિડ અને બેઈઝના પ્રકાર | Types of acids and bases based on strength

પ્રબળતાના આધારે એસિડ અને બેઈઝના પ્રકારો
પ્રબળતાના આધારે એસિડ અને બેઈઝના પ્રકારો

→ એસિડ અને બેઈઝની પ્રબળતા અનુક્રમે ઉદભવતા H+ આયનો અને OH- આયનોની સંખ્યા પર આધાર રાખે છે.

→ પ્રબળ એસિડ : જે એસિડને પાણીમાં ઓગાળતા સંપૂર્ણ આયનીકરણ થાય તેવા એસિડને પ્રબળ એસિડ કહે છે.

→ એસિડ કે જે વધુ માત્રામાં H+ આયનો આપે છે તેને પ્રબળ એસિડ કહે છે.


→ જેમ કે, સલ્ફયુરિક એસિડ (રસાયણોનો રાજા-(H2SO4)), હાઈડ્રોકલોરિક એસિડ (HCl), નાઈટ્રિક એસિડ (HNO3) વગેરે.

→ આ એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન વધુ થતું હોવાના લીધે તેને ખનીજ એસિડ (મિનરલ એસિડ) કહે છે.

→ શુક્ર(Venus)ના વાતાવરણ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળાશ પડતા જાડા વાદળોનું બનેલું હોય છે.

→ સલ્ફયુરિક એસિડ (ગંધકનો તેજાબ)ને રસાયણનો રાજા તરીકે ઓળખવામાં આવે છે

→ નિર્બળ એસિડ : જે એસિડને પાણીમાં ઓગાળતા આંશિક આયનીકરણ થાય તેવા એસિડને નિર્બળ એસિડ કહે છે.

→ એસિડ કે જે ઓછી માત્રામાં H+ આયનો આપે છે તેને નિર્બળ એસિડ કહે છે.


→ જેમ કે એસિટિક એસિડ, લેકિટક એસિડ, સાઈટ્રિક એસિડ, ટાર્ટરિક એસિડ, ઓકઝેલિક એસિડ વગેરે.

→ કોકમમાં સાઈટ્રિક એસિડ હોય છે.

પ્રબળ બેઈઝ : જે બેઈઝને પાણીમાં ઓગાળતા સંપૂર્ણ આયનીકરણ થાય તેને પ્રબળ બેઈઝ કહે છે.


→ જેમ કે, સોડિયમ હાઈડ્રોકસાઈડ (કોસ્ટિક સોડા) (NaOH), પોટેશિયમ હાઈડ્રોકસાઈડ (KOH)

→ સોડિયમ હાઈડ્રોકસાઈડ/ પોટેશિયમ હાઈડ્રોકસાઈડ સાબુમાં જોવા મળે છે.

નિર્બળ બેઈઝ : જે બેઈઝને પાણીમાં ઓગાળતા આંશિક આયનીકરણ થાય તેને નિર્બળ બેઈઝ કહે છે.


→ જેમ કે, એમોનિયમ હાઈડ્રોકસાઈડ(NH4OH), કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ [Ca(OH)2]

→ એમોનિયમ હાઈડ્રોકસાઈડ કાચ સાફ કરવાના પ્રવાહીમાં જોવા મળે છે.

→ કેલ્શિયમ હાઈડ્રોકસાઈડ ચૂનાના પાણીમાં જોવા મળે છે.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments