→ કોષ સજીવનો પાયાનો (મૂળભૂત/રચનાત્મક/ક્રિયાત્મક) એકમ છે.
→ કોષ શબ્દ લેટિન શબ્દ “સેલ્યુલા” (Cellula) પરથી આવ્યો છે, જેનો અર્થ “નાનો ઓરડો” થાય છે.
→ કોષોની રચના, તેના બંધારણ અને તેના કાર્યોના અભ્યાસને “કોષવિદ્યા” (Cytology) કહે છે.
→ સજીવ સૃષ્ટિના દરેક સજીવની રચના કોષની બનેલી છે.
→ કોષના આકાર, કદ અને સંખ્યા વિવિધ સજીવમાં અને તેમના વિભિન્ન અંગોમા જુદા- જુદા હોય છે.
→ એકકોષીય (Unicelluar) સજીવોમાં શરીરની રચના કરતો એક જ કો
→ બહુકોષીય સજીવોમાં એક કરતાં વધુ કોષો સાથે મળીને શરીરની રચના કરે છે.
→ માનવકોષને જોડતા પ્રોટીનને ટ્રન્સલીન કહે છે.
→ સૌપ્રથમ અંગ્રેજ વૈજ્ઞાનિક રોબર્ટ હૂક દ્વારા 1665માં "ઓક" (Cork) નામના વનસ્પતિના લાકડામાંથી બનેલ બૂચનો પાતળો છેદ લઈ સાદા સૂક્ષ્મદર્શકયંત્ર વડે અવલોકન કરવામાં આવ્યું હતું. સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતાં બૂચના છેદમાં મધમાખી મધપુડાના ખાના જેવી રચના જોવા મળી, હૂકે આ પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું.
→ ત્યારબાદ લ્યુવોન હોક દ્વારા ઈ.સ. 1674માં સૌપ્રથમ જીવંત કોષિકાઓનું સંશોધન કર્યું હતું. તેમણે બેકેટરિયાના કોષોને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કર્યો હતો.
→ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક દ્વારા ઈ.સ. 1831માં વનસ્પતિ કોષમાં કોષકેન્દ્રની શોધ કરવામાં આવી હતી.
→ પરકિન્જે નામના વૈજ્ઞાનિક દ્વારા ઈ.સ. 1839માં કોષમાં જીવંત દ્રવ્યને કોષરસ (પ્રોટોપ્લાઝ્મ) નામ આપવામાં આવ્યું હતું.
→ જર્મન વૈજ્ઞાનિકો એમ. સ્લાઈડન અને શ્વોન દ્વારા ઈ.સ. 1839માં કોષવાદની રજૂઆત કરવામાં આવી હતી.
0 Comments