→ કલોન એક એવી જૈવિક રચના છે, જે એકમાત્ર જનક (માતા અથવા પિતા) દ્વારા કુદરતી કે કૃત્રિમ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે.
→ વૈજ્ઞાનિક પદ્ધતિથી કોઈ સજીવની પ્રતિરૂપ નકલ બનાવવાની ક્રિયાને કલોનિંગ કહેવાય છે.
→ આ કલોન જનક સાથે શારીરિક તથા આનુવંશિક રીતે સંપૂર્ણ સમાનતા ધરાવે છે.
→ કલોનિંગ માટે ન્યુકિલયસ ટ્રાન્સફર ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.
→ કલોનિંગ પરંપરાગત ટેક્નોલોજી 'ભ્રૂણ કલોનિંગ' અથવા 'ટ્વિનિંગ' (Twining) કહેવાય છે. તેમાં કોષને બનાવવાની ટેકનોલોજીને IVF (In Vitro Fertilizer) કહેવાય છે.
→ 1997માં સ્કોટલેન્ડની રોસેલીન નામની સંસ્થાના ડો. ઈયાન વિલમુટે કલોનિંગ દ્વારા મેરિનો પ્રજાતિની માદા ઘેટાનું કલોન તૈયાર કર્યું હતું. જેને ડોલી નામ આપવામાં આવ્યું હતું.
→ ભારતમાં રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થા દ્વારા 2009માં ભેંસનો પ્રથમ કલોન 'સમરુપા' તૈયાર કરવામાં આવ્યો હતો.
→ યારબાદ વાંદરા, વાછરડા, ઉદર અને અન્ય પ્રાણીઓના કલોન બનાવવામાં સફળતા મળી છે.
0 Comments