→ સ્ટેમસેલ એવા પ્રકારના કોષ છે, જેમાં શરીરના કોઈપણ અંગને કોષ સ્વરૂપમાંથી વિકસાવવાની તથા અન્ય પ્રકારના કોષોમાં પરિવર્તિત થવાની ક્ષમતા રહેલી હોય છે. આ વિશેષતાના કારણે સ્ટેમસેલનું મનુષ્યના શરીરમાં પ્રત્યારોપણ કરી શકાય છે.
→ 1960ના દશકમાં સૌપ્રથમ કેનેડાના સંશોધકો અર્નેસ્ટ મૈક્કુલોહ તથા જેમ્સ ટિલ દ્વારા સ્ટેમ સેલના ક્ષેત્રમાં સંશોધન કરવામાં આવ્યું હતું.
→ સ્ટેમસેલમાં માનવ શરીરની ઘણાં પ્રકારની આનુવંશિક જાણકારી હોય છે. જેનો ઉપયોગ ઘણાં પ્રકારના રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. તેના દ્વારા આનુવંશિક ખામીઓ સહિત અનેક રીતે રોગોનો ઉપચાર પણ કરી શકાય છે.
→ બાળકના જન્મ સમયે તેની નાભિ રજૂ (Umbilical Cord)એ સ્ટેમસેલનો મુખ્ય સ્ત્રોત છે.
→ સ્ટેમસેલના બે પ્રકાર છે. ભ્રુણ સ્ટેમસેલ, વયસ્કના સ્ટેમસેલ
→ શરીર અથવા પ્રયોગશાળમાં યોગ્ય પરિસ્થિતિઓ હેઠળ સ્ટેમસેલ પુત્રી કોષો (daughter Cells) તરીકે વધુ કોષોના નિર્માણ માટે વિભાજિત થાય છે. આ પુત્રી કોષો સ્ટેમસેલ બને છે અથવા વિશિષ્ટ કોષો બને છે.
0 Comments