→ ખામીયુકત જનીનના સ્થાને અન્ય જનીનનું પ્રત્યારોપણ કરવાની ક્રિયાને જનીન થેરાપી કહે છે.
→ માનવીના શરીરમાં લગભગ 20,000થી 25,000 જનીનો રહેલા છે.
→ જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ વર્ષ 1990માં એક ચાર વર્ષની છોકરીમાં એડિનોસાઈન ડિએમિનેઝ (ADA)ની ઊણપને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉત્સેચક રોગપ્રતિકારકતામાં અતિ આવશ્યક હોય છે. આ સમસ્યા એડિનોસાઈન ડિએમિનેઝ માટે જવાબદાર જનીનના લોપ થવાથી થાય છે.
→ જનીનમાં ઉત્પન્ન થયેલ ખરાબીઓના કારણે વિભિન્ન પ્રકારની બીમારીઓ તથા સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદ્ભવે છે.
→ જે સજીવ પર અન્ય કોઈ કોષના જનીનનું આરોપણ થયું હોય તેવા સજીવને ટ્રાન્સજેનિક સજીવ કહે છે. આ ટેક્નોલોજીને જિનેટિકલ મોડિફાઈડ ટેક્નોલોજી પણ કહે છે. તે સજીવને ટ્રાન્સજેનિક જિનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહે છે.
0 Comments