→ આ પ્રકારના પ્રજનનમાં એક સજીવ (પિતૃ)ના શરીરના કોઈ ભાગ દ્વારા સજીવ (સંતતિ)નું સર્જન થાય તેવા પ્રજનને અલિંગી પ્રજનન કહે છે.
→ અલિંગી પ્રજનનના પાંચ પેટા પ્રકાર છે.
કલિકાસર્જન
પુન: સર્જન
બીજાણુસર્જન
વાનસ્પતિક સર્જન
વિભાજન
કલિકાસર્જન (Budding)
→ જ્યારે કોઈ એકકોષી અથવા બહુકોષી સજીવોના શરીરનો કોઈ ભાગ ઉપસી આવે અને તેમાં ધીમે ધીમે કોષરસ તેમજ કોષકેન્દ્ર સર્જાય ત્યારે તે રચનાને “કલિકા” કહે છે.
→ કલિકા મુક્ત થઈ સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે.
→ ઉદાહરણ : યીસ્ટ (એકકોષી સજીવ), હાઈડ્રા (બહુકોષી સજીવ)
પુન: સર્જન (Regeneration)
→ સજીવ શરીરનો કોઈ ભાગ અચાનક તૂટી જાય છે ત્યારે તે તૂટેલાં સ્થાને મૂળ ભાગ જેવો જ નવો ભાગ સર્જવાની ઘટનાને પુન: સર્જન કહે છે.
→ ઉદાહરણ : હાઈડ્રા, વાદળી, તારામાછલી, પ્લેનેરિયા
→ કેટલીક તંતુમય લીલ પણ આ પદ્ધતિ વડે પોતાની સંખ્યામાં વધારો કરે છે. આ લીલમાં તંતુઓ વારંવાર તૂટે છે અને આ તૂટેલો દરેક ટુકડો સ્વતંત્ર લીલ તરીકે વિકાસ પામે છે. આ ક્રિયાને અવખંડન (Fragmentation) કહે છે.
→ ઉદાહરણ : સ્પાયયરોગાયરા
બીજાણુસર્જન (Sporeformation)
→ બેક્ટેરિયા અને ફૂગમાં બીજાણુસર્જન દ્વારા પ્રજનન થાય છે.
→ મ્યુકર નામની ફૂગમાં તંતુમય રચના ધરાવે છે. આ તંતુઓને કવકતંતુ (Hypha) કહે છે.
→ બીજાણુઓ રક્ષણાત્મક આવરણથી ઘેરાયેલો વનસ્પતિઓનો સૂક્ષ્મ પ્રજનન એકમ છે.
→ ઉદાહરણ : રહાઈઝોપસ અને પેનિસિલિયમ
વાનસ્પતિક પ્રજનન
→ આ પદ્ધતિ ફક્ત વનસ્પતિમાં જ જોવા મળે છે.
→ વનસ્પતિના ભાગો જેવા કે મૂળ, પ્રકાંડ અને પર્ણ માંથી નવો છોડ વિકસે છે તેવા પ્રજનને વાનસ્પતિક પ્રજનન કહે છે.
→ ઉદાહરણ : પાનફૂટી (Bryophyllum)ના પર્ણની ખાંચમાં કલિકા, શક્કરીયાના મૂળ પર ઉદભવતી કલિકા, બટાકાના પ્રકાંડ ઉપર ઉદભવતી આંખ
→ આ ઉપરાંત કૃત્રિમ રીતે પણ વાનસ્પતિક પ્રજનની વિવિધ પદ્ધતિઓ વિકસાવમાં આવી છે.
→ આ પદ્ધતિમાં કલમ, દાબકલમ, આરોપણ પદ્ધતિઓ જાણીતી છે.
કલમ (Cutting)
→ આ પદ્ધતિથી મૂળ, પ્રકાંડ અને પર્ણનો ટુકડો જમીનમાં વાવીને તેમાંથી નવો છોડ ઉગાડવામાં આવે છે.
→ ઉદાહરણ : શેરડી, દ્રાક્ષ, ગુલાબ
દાબકલમ (Layering)
→ આ પદ્ધતિમાં પ્રકાંડની કોઈ એક શાખાને જમીન તરફ વાળી તેની વચ્ચેનો થોડોક ભાગ જમીનની અંદર રહે અને ટોચનો ભાગ બહાર રહે તેમ રાખી માટી દબાવી દેતાં તે ભાગમાંથી મૂળ વિકસે છે . આ પદ્ધતિને દાબકલમ તરીકે ઓળખવામાં આવે છે.
→ ઉદાહરણ : લીંબુ, જામફળ, જાસૂદ વગેરે
→ કુદરતી રીતે પણ કેટલીક વનસ્પતિઓના પ્રકાંડની કોઈ એક શાખા જમીનના સંપર્કમાં આવી મૂળ ઉત્પન્ન કરી બાળછોડ તરીકે વિકાસ પામે છે.
→ ઉદાહરણ : સ્ટ્રોબેરી, રાસબેરી
આરોપણ (Grafting)
→ આ પદ્ધતિમાં વનસ્પતિની જુદી જુદી જાતિઓ કે એક જ જાતિની બે વનસ્પતિઓના બે ભાગને એવી રીતે જોડવામાં આવે છે કે, જેથી તે એક જ છોડ તરીકે વિકસે.
→ આ પદ્ધતિમાં વનસ્પતિનો જે ભાગ મૂળ ધરાવે છે તેને “સ્ટોક” અને જેને જોડવામાં છે તેને “સાયોન” કહે છે.
→ ઉદાહરણ : લીંબુના સ્ટોક પર નારંગી કે લીંબુના સાયોન લગાવી શકાય છે.
→ આ પદ્ધતિનો ફાયદો એ છે કે, અલગ અલગ વનસ્પતિઓમાં ઈચ્છનીય લક્ષણોને એક સાથે લાવી શકાય છે તેમજ બીજાની લાંબી સુષુપ્તાવસ્થા અને અંકુરણક્ષમતાની મર્યાદા જેવી મુશ્કેલી નિવારી શકાય છે.
વિભાજન (Fission)
વિભાજના બે પ્રકાર છે
દ્વિભાજન
બહુભાજન
દ્વિભાજન
→ પ્રજીવો અને બેક્ટેરિયા જેવા એકકોષી સજીવો દ્વિભાજનની ક્રિયા દ્વારા પોતાના જેવા જ બે નવા એકકોષી સજીવો ઉત્પન્ન કરે છે.
→ ઉદાહરણ : અમીબા, પેરામિશિયમ અને યુગ્લિના વગેરે.
બહુભાજન (Multiple Fission)
→ કેટલીકવાર કોષમાં રહેલા કોષકેન્દ્રનું કોષમાં જ અનેકવાર વિભાજન થઈ અનેક નવા કોષકેન્દ્રો રચાય છે. આ નવા પ્રત્યેક કોષકેન્દ્રની ફરતે કોષરસ વીંટળાઈ જતા અલગ એકમ તૈયાર થાય છે જે નવા સજીવ તરીકે વર્તી મોટી સંખ્યામાં બહાર આવે છે જેને બહુભાજન કહે છે.
0 Comments