કમળો (હિપેટાઈટિસ) | Hepatitis
કમળો (હિપેટાઈટિસ)
પરિચય
→ કમળો એ વાઈરસથી થતો રોગ છે.
→ કમળો યકૃતને નુકસાન કરે છે.
→ કમળાના દર્દીને ચરબીરહિત પ્રકારનો ખોરાક આપવો જોઈએ.
→ કમળાના ચાર પ્રકાર છે.
→
- હિપેટાઈટિસ A
- હિપેટાઈટિસ B
- હિપેટાઈટિસ C
- હિપેટાઈટિસ E
હિપેટાઈટિસ A
→ HAV વાઈરસથી થાય છે.
→ દૂષિત પાણી, ખોરાક, દૂધ મારફતે ફેલાય છે.
→ આ રોગ પાણીજન્ય રોગ દ્વારા ફેલાય છે.
→ ઉદભવ અવધિ : 15 થી 45 દિવસ
લક્ષણો
→ થાક નબળાઈ, યકૃત લિવરને ચેપ, ઊબકા ઊલટી, પીળો પેશાબ થાય છે.
→ ફિકો ઓરલ રૂટ દ્વારા દર્દીના મળમાંથી નીકળતાં ખોરાક પાણીમાં ભળીને વ્યક્તિને ચેપ ફેલાવે છે.
→ આ રોગ ગંભીર અને ટૂંકાગાળાનો રોગ છે.
→ આ રોગ અલ્ટ્રાવાયલેટ કિરણથી અને સુપર ક્લોરિનેશનથી નાશ પામે છે.
→ કમળાના રોગચાળામાં પાણીનું સુપર ક્લોરિનેશન 0.5 PPM પ્રમાણથી કરવામાં આવે છે.
હિપેટાઈટિસ B
→ HBV વાઈરસથી થાય છે.
→ દૂષિત લોહી, વ્યક્તિની લાળ, એક્યુપંકચર, ડાયાલિસિસ, વીર્યમાં, યુરિન પણ આ વાઈરસ જોવા મળે છે.
→ હિપેટાઈટિસ B લોહી દ્વારા ફેલાય છે
→ ઉદભવ અવધિ : 45 થી 180 દિવસ
→ આ રોગ આપમેળે મટી જાય છે. (સિરમ હિપેટાઈટિસ)
→ આ રોગના ચેપનો સ્ત્રોત મનુષય જ છે. અને માતામાંથી બાળકમાં આવી શકે છે.
→ યકૃતમાં રહેલા કોષોનું કેન્સર થઈ શકે છે .
→ વાઈરસના જુદા જુદા ત્રણ એન્ટિજન
→
- HbsAg – સરફેસ
- HbcAg –કોર
- HbeAg – એન્ટિજન
સારવાર
→ HEP - B રસીની શોધ 1986માં થઈ હતી. આ રસીના કુલ ચાર ડોઝ આપવામાં આવે છે, (જન્મના 24 કલાકમાં અને 6,10, 14 અઠવાડિયે) અપાય છે.
>
હિપેટાઈટિસ C
→ HCV વાઈરસથી થાય છે.
→ ઉદભવ અવધિ : 45 થી 60 દિવસ
→ હિપેટાઈટિસ C લોહી દ્વારા ફેલાય છે.
લક્ષણો
→ ચામડી પીળી થવી.
→ આ રોગ મુખ્યત્વે લોહી અને લોહીની બનાવટો દ્વારા ફેલાય છે.
→ લાંબા સમયથી યકૃતમાં સોજો રહેવાથી અસર થાય છે.
હિપેટાઈટિસ E
→ મળથી, દૂષિત પાણી, ખોરાક, દૂધથી ફેલાય છે.
→ ઉદભવ અવધિ : 2 થી 9 અઠવાડીયા
0 Comments