→ હાડકાં “કેલ્શિયમ કાર્બોનેટ” (CaCO3 ) અને ફોસ્ફરસના બનેલા હોય છે.
→ ઉંમર વધવાની સાથે હાડકામાં રહેલા પ્રોટીનની માત્રા ઘટતી જાય છે. જેના લીધે હાડકાં નરમ બની જાય છે.
→ લાંબા અને મોટા હાડકા વચ્ચેથી પોલા હોય છે. જેને મજ્જાગુહા કહે છે.જેમાં એક તરલ પદાર્થ હોય છે. જેને અસ્થિમજ્જા કહે છે.
→ હાડકાની સામાન્ય વૃદ્ધિ માટે “વિટામીન D” જરૂરી છે.
→ બાળકોમાં વિટામીન D ની કમીના કારણે “રિકેટ્સ” તેમજ યુવાનોમાં “આસ્ટિયોમલેસિયા” નામનો રોગ થાય છે.
→ આસ્ટિયોમાઈલાઈટિસ હાડકામાં થતું દર્દ યુક્ત જીવાણુનું સંક્રમણ છે. જે સ્ટેફાઈલોકોક્સ નામના જીવાણુઓથી થાય છે.
→ એક હાડકુ બીજા હાડકા સાથે લીગામેંટ દ્વારા જોડાય છે અને હાડકું માંસપેશી સાથે ટેન્ડન દ્વારા જોડાયેલુ હોય છે.
→ ઘૂંટણમાં આવેલા ત્રિકોણાકાર અને નાના હાડકાને પટેલા કહે છે. જે ઘૂંટણને વાળવામાં મદદ કરે છે. આવા હાડકાને સીસ્મોઈડ હાડકું કહે છે. જે સૌથી મોટું સીસ્મોઈડ હાડકું છે.
→ એક હાડકું + બીજું હાડકું = લીગામેંટ
→ હાડકું + માંસપેશી = ટેન્ડન
→ પહેલું મણકું Atlas Vertebra કહેવાય છે. જે ખોપડીના સાંધામાં સ્થિત છે.
→ છેલ્લો મણકો અનુત્રિકાસ્થિ (Coccyx) છે.
→ છાતીના પીંજરામાં કુલ 25 હાડકાં હોય છે અને પાંસળીઓ 24 (12 જોડ). તેમાં 11 અને 12 નંબરની પાંસળી છુટ્ટી હોય છે.
→ બંને હાથ - પગમાં મળીને કુલ 120 હાડકાઓ હોયચે. એક હાથ અથવા એક પગમાં 30 હાડકા હોય છે.
→ એક હાથ અથવા એક પગમાં 30 હાડકા હોય છે.
→ હાથ અથવા પગના પંજામાં 19 હાડકા હોય છે.
→ રેડિયસ અને અલ્ના હાડકા હથેળીના ભાગમાં જોવા મળે છે.
→ કાન અને નાક કાસ્થિના બનેલા છે.
→ શરીરનું સૌથી મોટું હાડકું સાથળનું – ઉર્વસ્થિ (Femur) છે.
→ શરીરનું સૌથી નાનું હાડકું કાનમાં આવેલું પેગડું (Stapus) છે.
0 Comments