Technical and I.I.T. | ટેકનિકલ અને આઈ.આઈ.ટી.


ટેકનિકલ અને આઈ.આઈ.ટી.

કોઠારી પંચે શિક્ષણની સંસ્થાઓમાં ગુણવત્તાનો વિકાસ થાય અને ભારતીય યુનિવર્સિટીઓમાં વિદ્યાકીય તાલીમ અને સંશોધનનાં ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય ધોરણની સમકક્ષનું ધોરણ સ્થપાય એ માટે ભલામણો કરી હતી. એ મુજબ એક આઈ.આઈ.ટી. અને કૃષિવિષયક યુનિવર્સિટીનો સમાવેશ થાય.

દેશમાં એન્જિનિયરિંગક્ષેત્રે સર્વપ્રથમ થોમ્પસન કૉલેજ (1845) હતી. આ કૉલેજ સ્વતંત્રતાપ્રાપ્તિ બાદ રૂરકી એન્જિનિયરિંગ યુનિવર્સિટી બની હતી. (1948)

→ ભારત સરકારે NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ સંસ્થા) સ્થાપી. આ સંસ્થાના નેજા હેઠળ દરેક રાજ્યમાં રાજ્યવાર સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે.

→ અણુ સંશોધન, અવકાશ સંશોધન અને અન્ય વૈજ્ઞાનિક તેમજ ટેક્નોલોજિકલ વિકાસ ભારતીય સંસદે વૈજ્ઞાનિક નીતિનો ઠરાવ પસાર કર્યો (1958) જેના થકી વૈજ્ઞાનિક સંશોધન તાલીમ અને વિકાસનાં નવાં દ્વાર ખૂલ્યાં.

→ પદાર્થનો નાનામાં નાનો એકમ તે અણુ. આ અશુ સૂક્ષ્માતિસૂક્ષ્મ કણો પરાવે છે, જેને પરમાણુ કહે છે.

અણુ- શક્તિપંચની સ્થાપના (1948) થતાં ડૉ. હોમીભાભા આ સંસ્થાના અધ્યક્ષ બન્યા.

→ દેશમાં પ્રથમ 'અપ્સરા' નામે અણુભટ્ટી તૈયાર થઈ (1956) અને ટ્રોમ્બે (મુંબઈ નજીક) એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ (AEE) નામે સંસ્થાની સ્થાપના થઈ (1957).

→ ડૉ. હોમીભાભાનું અવસાન થતાં તેમની સ્મૃતિને કાયમ રાખવા સરકારે એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) એવું નામ આપ્યું.

ડો. વિક્રમ સારાભાઈ તેમના અનુગામી બન્યા. તેમની સિદ્ધિઓ બદલ તેમને શ્રી. શાંતિસ્વરૂપ ભટનાગર મેમોરિયલ અવૉર્ડ પ્રાપ્ત થયો.

→ અણુશક્તિ મેળવવા હેવી વોટરની જરૂરિયાત ઊભી થતાં નાંગલ ખાતે હેવી વોટર પ્લાન્ટ નંખાયો (1962).

→ ચેન્નાઈ નજીક કલલ્પક્કમ ખાતે 'ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર ઍટોમિક રિસર્ચ' સ્થાપવામાં આવ્યું (1971).

→ બેંગલોર પાસે ગૌરીબુદ્દાનપુર ખાતે સેસ્મિક મથક સ્થાપ્યું (1965). આ મથકની ઉપયોગિતા અણુધડાકા કયા સ્થળે કરવા તે માટે થાય છે.

→ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતે પ્રથમ અણુધડાકો કર્યો (1974). તે આ સંસ્થાની મદદથી સ્થળ પસંદ કરાયું હતું.

→ આ સાથે ભારત અણુપરીક્ષણ માટે વિશ્વનું છઠા ક્રમનું રાષ્ટ્ર બન્યું.

→ ભારતનાં કુલ સાત અણુમથકોના આયોજન, સંચાલન અને વ્યવસ્થા માટે 'ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા'ની સ્થાપના કરવામાં આવી (1987).


→ ભારતમાં 'ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ'ની રચના ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી દ્વારા થઈ (1962). ત્યારબાદ નાના રોકેટ છોડવાનું શરૂ કરાયું.

→ થુમ્બા ખાતે 'ઈક્વેટોરિયલ રોકેટ લૉન્ચિંગ સ્ટેશન' સ્થપાયું (1963). વળી, થુમ્બા ખાતે બીજા 'સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલૉજી સેન્ટર' ની સ્થાપના થઈ.

→ અમદાવાદમાં જોધપુર ટેકરા ખાતે 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ની સ્થાપના થઈ (1969).

→ સરકારમાં 'ડિપાર્ટમેન્ટ સૌફ સ્પેસ' અને 'સ્પેસ કમિશન'ની સ્થાપના થઈ.

→ પ્રજાસત્તાક ભારતમાં બેંગ્લોર ખાતે 'ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન' ની સ્થાપના થઈ. આ જ ઇસરો સંસ્થા દ્વારા 'આર્યભટ નામે કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં તરતો મૂકવામાં બાબો જે થકી ભારતની અવકાશયુગમાં પ્રવેશ થયો.

→ ભાસ્કર-1 (1979) અને ભાસ્કર-2 (1981) અવકાશમાં છોડાયા.

→ શ્રી હરિકોટા અવકાશી મથકેથી રોહિણી (RS-1) કૃત્રિમ ઉપગ્રહને સફળતાપૂર્વક અવકાશમાં તરતો મુકાયો (1980), તે માટે SLV-3 નામે અવકાશયાનનો ઉપયોગ થયો જે થકી ભારત અવકાશ ક્લબનું વિશ્વમાં 6ઠ્ઠું સભ્ય બન્યું.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments